મોરબી : શનાળા ગામથી રાજપર / ચાંચાપર ગામે જવાનો રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં હોવાથી મોટર સાઇકલ ચાલકને તથા રીક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રસ્તા પર મોટા-મોટા ગાબડાં પડી ગયેલ હોવાથી રસ્તે ચાલતા લોકોને તથા વાહન ચાલકો સાથે દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. આવા અકસ્માતોને રોકવા રસ્તાનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા માટે માંગણી કરતુ આવેદનપત્ર રાજપર ગ્રામ પંચાયતના સરપંચ તથા મોરબી તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ કોટડિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે.