મોરબી : ગઈકાલે તા. 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ, મુંબઈ ૨૬/૧૧ના હુમલામાં શહીદ થયેલ જવાનોનો શ્રદ્ધાંજલી દિવસ તેમજ આમ આદમી પાર્ટીનો ૮મો સ્થાપના દિવસ હોવાના કારણે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ મોરબી નગરપાલિકા પટાંગણમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે રાખવા આવેલ હતો. જેમાં આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા ર્ડા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી પ્રતિમા પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા અને શહેરના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.