બેઠકમાં તમામ આગેવાનો, સંસ્થાઓ અને લોકોને ઉપસ્થિત રહેવા આહવાન ગુજરાતમાં પ્રથમવાર યોજાનાર આ મહોત્સવમા 5 હજાર જેટલા લોકો ભણશે યોગાના પાઠ : આવતીકાલે મહોત્સવનો પ્રિ લોન્ચિંગ કાર્યક્રમ, ઇન્ટરનેશનલ ટીચર શૈલેષભાઇ રાઠોડની હાજરીમાં નોલેજ સેશન સત્સંગ તથા લાઈટ ડિનર મોરબી : મોરબીમા આર્ટ ઓફ લિવિંગ દ્વારા આગામી 18થી 22 ડિસેમ્બર દરમિયાન મહાયોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારે ભવ્ય રીતે પ્રથમ યોજાનાર આ કાર્યક્રમમાં અંદાજે 5 હજારથી વધુ લોકો યોગાના પાઠ ભણશે. આ મહોત્સવનું આજે બુધવારે રાત્રે પ્રિ લોન્ચિંગ કરવામાં આવનાર છે. જેમાં ઇન્ટરનેશનલ ટીચર શૈલેષભાઇ રાઠોડની હાજરીમાં નોલેજ સેશન સત્સંગ તથા લાઈટ ડિનરનો પણ કાર્યક્રમ યોજાશે. દરેક માણસ યોગ સાથે જોડાઈ અને પોતાની શારીરિક તેમજ માનસિક તકલીફો દૂર કરે તેવા આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે મોરબીવાસીઓ પણ વધુમાં વધુ સંખ્યામાં યોગ તરફ વળે તેવા આશય સાથે મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ભવ્ય મહાયોગ મહોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ આગામી તા. 18થી 22 ડિસેમ્બર સુધી યોજાનાર છે. જેમાં ત્રણ બેચ હશે. પ્રથમ બેચ સવારે 6થી 8 પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ, મોરબી ખાતે તેમજ બીજી બેચ બપોરે 4થી 6 મા ગરબી મંડળ ગ્રાઉન્ડ, ઉમા ટાઇનશીપ પાસે, મોરબી-2 ખાતે અને ત્રીજી બેચ રાત્રે 7થી 9 પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ, મોરબી ખાતે યોજાનાર છે. વધુમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આજે બુધવારે તા. 27ના રોજ મહા યોગ મહોત્સવનો પ્રિ લોન્ચિંગ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ સાંજે 8 વાગ્યે ભવાની ઓઇલમીલ , નવા બસસ્ટેન્ડની બાજુમા યોજાશે. જેમાં સત્સંગ તેમજ નોલેજ સેશન રાખેલ છે. આ કાર્યક્રમ આર્ટ ઓફ લીવીંગના ઇન્ટરનેશનલ ટીચર શૈલેષજી દ્વારા વિસ્તૃત માહીતી આપવામાં આવશે. તો મોરબીના દરેક નાગરીકોને કાર્યક્રમમાં પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વ્યવસ્થાના ભાગ રૂપે કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ 9825322852 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.