મોરબી : કાન, નાક, ગળાના સ્પેશિયાલિસ્ટ ઓમ હોસ્પિટલ વાળા ડોકટર હિતેષ પટેલે એમના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરતા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને મોરબીની પ્રખ્યાત કાનભાઈની દાબેલીનો અલ્પાહાર કરાવ્યો હતો. ગત 22 નવેમ્બરના રોજ ડોકટર હિતેષ પટેલના જન્મદિવસ નિમિત્તે તેઓ મોરબીની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તેમના પરિવાર સાથે ફર્યા હતા. જ્યાં ગરીબ પરિવારના બાળકોને સન્માન પૂર્વક દાબેલીનો અલ્પાહાર કરાવી જીવનના આરંભ થતા એક નવા વર્ષની ઉજવણી કરી હતી. આ રીતે કાન, નાક ગળાના ડોકટરે JOY OF GIVINGનો સાચો આનંદ ગરીબ બાળકો વચ્ચે રહી મેળવ્યો હતો.