વાંકાનેર : વાંકાનેરમાં માર્કેટ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા 26/11 મુંબઈ હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. વાંકાનેરમાં માર્કેટર જવાનોને આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગઈકાલે તા. 26 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ હોવાથી આ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ આરીફભાઇ બ્લોચ, તાલુકા પ્રમુખ સોહીલ શેરસીયા અને મોરબી જિલ્લા CYSS પ્રમુખ મોહીબ ચૌધરી સહિતના તમામ કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.