મોરબી : મોરબીમાં ઉમિયાનગરની બાજુમાં, મીરા પાર્ક પાસે, વાવડી રોડ ખાતે સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવ અંતર્ગત જનમંગલ સ્વામીના પ્રવચનનું આયોજન સાંજે 7થી 10-30 વાગ્યા સુધી તથા પ્રસાદનું આયોજન સાંજે 7થી 8 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ તકે સાધુ હરિસ્મરણદાસ તથા સાધુ મંગલપ્રકાશદાસ દ્વારા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.