મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડ પાસે અજંતાના બંગલા પાસે આજે બપોરના સમયે એક કાર પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી.તે સમયે કારનું ટાયર ફાટતા કાર બેકાબુ બની ગઈ હતી અને કાર રોડ પરના વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.કાર વિજપોલ સાથે ટકરાતા વીજપોલ બેન્ડ વળી ગયો હતો.જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.પણ થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને કારના આગળના ભાગે નુકશાન થયું હતું.આ કાર જી.જે.1 એચ ડી. 2539 નંબરની અને અમદાવાદ પાસિંગની છે.આ કાર મોરબી શહેરમાંથી ભક્તિનગર સર્કલ તરફ જતી હતી ત્યારે કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો.