સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીની પ્રેરક હાજરી વાંકાનેર : વાંકાનેરમાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ દ્વારા તૃતીય પૂર્વછાત્ર- આચાર્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ અને બાળપણના દિવસો તાજાં થતાં ભાવુક બનેલ. આ પૂર્વ છાત્ર સંમેલનમાં વર્ષ ૧૯૭૭ થી ૨૦૧૪ દરમિયાન અભ્યાસ કરી ચૂકેલ પૂર્વ છાત્ર સંમેલન વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં યોજાયું હતું જેમાં ૧૨૦૦ થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેલ. હાલ અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દીએ પહોંચેલા વિદ્યાર્થીઓ પોતાનું બાળપણનું શિક્ષણ જ્યાં વીત્યું તે જ સ્થળે લાંબા સમય બાદ મળતાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આમાંના ઘણા વિદ્યાર્થીઓ તબીબીક્ષેત્રે તો કોઈ વકીલાત, એન્જિનિયરિંગ, પત્રકારિત્વ કે વિદેશમાં સફળતા મેળવેલ છાત્રો એકત્રિત થઇ જૂની યાદો વગોવી હાલની એકબીજાની સુખ: દુઃખ ના સંભારણા ની વાતચીત આપ-લે કરી હતી બાળપણના મિત્રો અને બાળપણની શાળા નિહાળી પૂર્વ છાત્રોની આખું ભીની થઈ હતી. આ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિનભાઈ પેથાણી, વિદ્યાભારતી સંસ્થાના અધ્યક્ષ લલિતભાઈ મહેતા, પૂર્વ છાત્ર વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા, હિમાંશુ વરીયા વિગેરે હાજર રહ્યાં હતાં. આ સંમેલન દરમિયાન વાંકાનેરનું માટીકલા માં વિશ્વભરમાં નામ ગુંજતું કરનાર મનસુખભાઈ પ્રજાપતિ અને ફોટોગ્રાફર ભાટી એન. નું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેન્તીભાઈ પડસુબીયા, દર્શનાબેન જાની, ખ્યાતિબેન કથરીયા, મમતાબેન પંડ્યા, દામોદરભાઈ પટેલ અને અમરશીભાઈ મઢવીએ ખાસ જહેમત ઉઠાવેલ.