મુંબઈમાં અપહરણની ફરીયાદ નોંધાયા બાદ લાશ મળી આવતા હત્યાની કલમ ઉમેરાઈ : આ બનાવની મુંબઈ પોલીસ મોરબી એલસીબી અને હળવદ પોલીસે સઘન તપાસ હાથ ધરી મોરબી : હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી ૨ ડેમ માંથી એક કોથળામાં ગોદળા વીટેલી અને નીચે થાંભલો બાંધેલી અવસ્થામાં એક અજાણ્યા પુરુષની થોડા દિવસો પહેલા લાશ બનાવમાં મૃતકકના ખિસ્સામાંથી પ્લેનની ટિકિટ મળી આવતા તેના આધારે મુંબઈના આધેડ હોવાની ઓળખ મળી હતી. જોકે મુંબઈમાં થોડા દિવસો પહેલા મૃતક આધેડના અપહરણની ફરિયાદ નોંધાઇ હતી ત્યારે તેમની લાશ મળી આવતા આ બનાવ પ્રથમ દ્રષ્ટિએ હત્યાનો લાગતા હત્યાની કલમ ઉમેરીને આ બનાવની મુંબઈ પોલીસ ,મોરબી એલસીબી અને હળવદ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી ૨ ડેમ માંથી એક કોથળામાં ગોદળા વીટેલી અને નીચે થાંભલો બાંધેલી અવસ્થામાં એક અજાણ્યા પુરુષની થોડા દિવસો પહેલા લાશ મળી આવી હતી, જેની જાણ હળવદ પોલીસ ને થતા હળવદ પોલીસ અને એલસીબી ટીમ ધટનાસ્થેળે દોડી ગઈ હતી, અને બનાવની વધુ તપાસ હાથ હતી,મૃતકના ખિસ્સામાં મળી આવેલી પ્લેન ની ટીકીટ ના આધારે લાશની ઓળખ મળી હતી.તેના આધારે પોલીસે એજન્સીમાં તપાસ કરતાં આ ટિકિટ રિયા ટુર ટ્રાવેલ્સ એજન્સી માંથી ટિકિટ બુક થઈ હોવાનું જાણવા મળ્યું હતું.જેના આધારે તપાસ કરતાં આ મૃતક દિપકભાઈ અમૃતલાલ પંચાલ ઉંમર વર્ષ ૫૯ રહે અંધેરી મુંબઈ, હોવાની ઓળખ મળી હતી. તેઓ એર ઇન્ડિયામાં એન્જિનિયર તરીકે સર્વિસ કરતા હતા અને પેહેલા નોરતે તા, ૨૯/૯/૧૯ ગુમ થયેલા હતા જેની મુંબઈ અંધેરી પોલીસ સ્ટેશનમાં મૃતકના મોટાભાઈ સુરેશભાઈએ તેમના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન મૃતકની ઓળખ મળતા પોલીસે આ અંગેની તેના કુટુંબીજનોને જાણ કરાતા તેના કુટુંબીજનો સુરેશભાઈ મોટાભાઈ, ભત્રીજો વિશાલ સહીત ના પરીવારજનો હળવદ પોલીસ સ્ટેશને આવીને પોતાના ભાઈની ઘડિયાળ ચશ્માની ઓળખ કરીને પોતાના ભાઈનો મુતદેહ લેવા રાજકોટ મેડીકલ કોલેજ ખાતે રવાના થયા હતા, જયા લાશ ને ફોરેન્સિક રિપોર્ટમાં માટે મોકલી આપવા માંછે,જ્યાં હળવદ પોલીસ સાથે તેના કુટુંબીજનો મૃતદેહ સ્વીકારીને રાજકોટ રવાના થયા હતા. પ્રથમ દ્રષ્ટિએ હત્યાના લાગતા આ બનાવમાં અપહરણની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરીને મુંબઈ પોલીસની સાથે મોરબી એલસીબી અને હળવદ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.