ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત: આશરે ૨૫ ટનથી વધારે તેલ ઢોળાઈ ગયું હળલદ : હળવદ હાઈવે પર આવેલ માળીયા ચોકડી નજીક આજે મોડી રાત્રે તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું જેથી તેમાં રહેલુ આશરે ૨૫ ટન જેટલું તેલ ધોળાઈ ગયું હતું આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતાં લોકો હાથ લાગ્યું તે વાસણ લઈ તેલ ભરી ગયા હતા તો બીજી તરફ ટેન્કર પલ્ટી મારી જતા ચાલકને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જેથી સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે મોડી રાતના માળીયા હાઈવે આવેલ માળીયા ચોકડી નજીક કચ્છ તરફથી તેલ ભરી આવતું ટેન્કર સામતસર તળાવના કાંઠે એક પલટી મારી ગયું હતું જેના કારણે ટેન્કરમા રહેલ તેલ ધોળાઈ જતા હાઈ ની આજુબાજુ તેલના ખાબોચિયા ભરાઈ ગયા હતા આ બનાવની જાણ લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવી વાસણ લઈને તેલ લેવા પડાપડી કરી હતી અને જે હાથ લગ્યુ તે લ વાસણ લઈ લોકો તેલ લઈ ગયા હતા વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ ડ્રાઈવરે માળીયા હાઈવે પર સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું કંડલા થી પામોલીયન તેલ ભરી આ ટેન્કર મહારાષ્ટ્ર જતું હોવાનું જાણવા મળ્યું છે