મોરબી : રાજકોટ સ્થિત માનવ કલ્યાણ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના કોઇ ધર્મ કે જ્ઞાતીબાધા નહી એવા દશ હજાર કુટુંબને નજીવા રાહત દરે રાશન કિટ નુ વિતરણ કરી અનોખી ઓળખ મેળવી મુસ્લિમ સમાજનું ગર્વ વધારનાર ટ્રસ્ટના આગેવાનોની કામગીરીની પ્રસંશા કરી તેમના કામને બીરદાવી મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ પીરે તરીકર દાદામીયા બાપુ સાવરકુંડલાવાળાએ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. આ તકે રઝવી માનવ કલ્યાણ એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન આશીફભાઇ શેખ , માર્ગદર્શક અને વાઇસ ચેરમેન કાસમભાઇ સુમરા (મોરબી) , ટ્રસ્ટી મહેબુબભાઇ અજમેરી , મહેબૂબ મલેક , મુસ્તાક બેલીમ , સલીમભાઇ દલ સહિતના હાજર રહ્યા હતા.