મોરબી : ઈન્ટરનેશનલ જર્નાલિસ્ટ, હાલ મેલ્બોર્ન- ઓસ્ટ્રેલિયા વત્સલ પટેલે પોતાની જન્મભૂમિ મોરબીમાં જ ચિ. પ્રેરણા પટેલ (પ્રો. ડૉ. ભાવેશભાઈ જેતપરિયાની સુપુત્રી) સાથે આર્ય સમાજની પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. લગ્નની સામાજિક પરંપરા મુજબ જલ-ચૂંદડી-પગલાવિધિનો જલસો,ફટાકડા-ડીજે ધમાલ, ગીતોની મહેફિલ તેમજ શાસ્ત્રોકત વિધિનું અવમૂલ્યન કરતો ફિલ્મી શો,ફંકશમાં બિનજરૂરી સમય અને ધનનો બગાડ કરવામાં આવે છે. તેને બદલે વત્સલ પટેલે આ પરંપરાને છોડી અને સીધી જ લગ્નવિધિનું આયોજન કરીને પ્રભુતામાં પગલા માંડ્યા અને પ્રેરક પગલું ભરેલું.લગ્ન સમારોહમાં સામાંજિક રાજકીય આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓના હોદેદારો ,ધાર્મિક સંસ્થાઓના અધિષ્ઠાતાઓ,પર્યાવરણ-આર્યુવેદના જતનકર્તાઓ સગા સ્નેહીઓ અને પત્રકારભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.