મોરબી : મોરબી જીલ્લામાં નવા પીએસઆઈ અને પીઆઈની નિમણુંક ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે.જેમાં મોરબી એસપી દ્વારા આગાઉ બદલી પામેલા પીઆઈને જુદી જુદી ખાલી પડેલી જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે.હળવદ અને મહિલા પોલીસ મથકની ખાલી જગ્યા ભરવામાં આવી છે. જેમાં શનિવારે મોડી સાંજે મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા દ્વારા જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં માળીયા મિયાણામાં ફરજ બજાવતા બી વી ઝાલાને મોરબી સીટી ટ્રાફિક,મોરબી તાલુકામાં ઇન્ચાર્જ અને એસઓજી મદદનીશ પીએસઆઈ જી.વી.વાણીયાને માળીયા મિયાણા પોલીસ મથક,મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ માં રહેલા પીએસઆઈ એ વી ગોંડલીયાને મોરબી તાલુકા પરત કરવામાં આવ્યા છે જેમાં આગામી સમયમાં મોરબી જીલ્લા પોલિસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતાં પોલીસકર્મી કે જેનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય અથવા અગમ્ય કારણ સર બદલી કરવા લાયક હોય તેઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવે તેવા સંકેતો પણ આધારભૂત સૂત્રો પાસેથી મળ્યા છે.