અન્ય એક શખ્સનું નામ ખુલતા બી ડિવિઝન પોલીસે તેમની સામે પણ ગુનો નોંધ્યો મોરબી : મોરબીના કૃષ્ણનગરના રૂ. 18 હજારના વિદેશી દારૂ સાથે બી ડિવિઝન પોલીસે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સની પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રામાપીરના મંદિર પાસે આવેલા ઉકરડામાંથી વિદેશી દારૂ બોટલ નંગ 34 કિંમત રૂ. 18 હજાર સાથે નવઘણ ઉર્ફે ભલીયો મનુભાઈ ડાંગરા ઉ.વ.18ને પકડી પાડ્યો હતો. તેમની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેમને શનિ ઉર્ફે વેલો રમેશભાઈ લાલકીયા પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે તેમની સામે પણ ગુનો દાખલ કરી તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.