વાંકાનેર : વાંકાનેરના માટેલ ગામે આવેલ કારખાનામાં પાઉડરના ઢગલામાં દટાઇ જવાથી એક વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મળતી વિગતો અનુસાર વાંકાનેર હાઇવે ઉપરના માટેલ ગામે આવેલ ઉમા મિનરલ્સ નામના યુનિટમાં ગઈકાલે સિરામીક મિનરલ્સના પાવડરના ઢગલા હેઠળ દટાઈ જવાથી અજય મોહનભાઈ મેવાડા નામના એક વર્ષના બાળકનું મોત નિપજયુ હતુ. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.