મોરબી : ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે માટે તા. ૦૩/૧૧/૨૦૧૯ થી તા.૧૩/૧૧/૨૦૧૯ દરમિયાન પોલીસ ગ્રાઉન્ડ, જામનગર ખાતે શાખા ભરતી કાર્યાલય જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં જે ઉમેદવારોએ મેડીકલ પરીક્ષણ પાસ કરેલ છે અને લેખિત પરીક્ષામાં બેસવા માટેના એડમીટ કાર્ડ મેળવેલ છે, તેઓની લેખિત પરીક્ષા સંભવત: જાન્યુઆરી ૨૦૧૯ માં યોજાનાર છે. એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો લેખિત પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ૧૫ દિવસના, બિન નિવાસી તાલીમ વર્ગનું (વિના મૂલ્યે) આયોજન કરવામાં આવશે. આ તાલિમ વર્ગમાં જોડાવા માટે મોરબી જિલ્લાના એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોએ તા. ૦૭/૧૨/૨૦૧૯ સુધીમાં એડમીટ કાર્ડની નકલ સાથે રોજગાર વિનિમય કચેરી, નવું સેવા સદન, રૂમ નં. ૨૧૪,સો-ઓરડી વિસ્તાર, મોરબી ( ફોન નં. ૦૨૮૨૨ ૨૪૦૪૧૯) નો રૂબરૂ સંપર્ક કરવા તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.