મોરબી : મોરબી જિલ્લા તલાટી મંત્રી અને કલાર્કની અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે.આ તલાટીઓની તેમની ફરજના 3 વર્ષ પુરા થતા સરકારના આદેશ મુજબ જિલ્લા કલેકટર જે.બી.પટેલે તેમની બદલીઓનો હુકમ કર્યો છે.જેમાં મોરબી જિલ્લાના 54 તલાટી મંત્રીઓની અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે.આ બદલીઓમાં જિલ્લાના મોટાભાગના તલાટી મંત્રીઓને આવરી લેવામાં આવ્યા છે.જેમાં મામલતદારથી માંડીને કલેકટર કચેરીના તલાટી મંત્રીઓની બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત ફરજના ત્રણ વર્ષ પુરા કરનાર 4 કલાર્કની પણ બદલી કરવામાં આવી છે.આ 54 તલાટીઓની મોરબી જિલ્લાના ખાલી પડેલી જગ્યાઓમાં નિમણૂક કરવાની સાથે આસપાસના ત્રણ થી ચાર ગામોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.