25 ફેબ્રુઆરીએ યોજાશે સમુહલગ્નોત્સવ : 25 જાન્યુઆરી સુધી નોંધણી પ્રક્રિયા ચાલશે મોરબી : મોરબીમાં સાઈ મંદિર- ગંગા સ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ કલબ અને પી.જી. પટેલ કોલેજ દ્વારા ચતુર્થ વિધવા બહેનોના સંતાનોના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સાઈ મંદિર- રણછોડનગર ખાતે છેલ્લા 3 વર્ષથી આ સમૂહ લગ્ન યોજાઈ છે. જે મુજબ આગામી તા. 25 ફેબ્રુઆરી 2020ના મંગળવારે સમૂહ લગ્ન યોજવાના છે. ચતુર્થ સમૂહ લગ્નમાં વાંચીતજાતી અને આર્થિક પછાત હોય તેવા લોકોના સંતાનોને પણ સમાવવામાં આવશે. જેમને આ ચતુર્થ સમૂહ લગ્નમાં જોડાવાની ઈચ્છા હોય તેઓ વર- કન્યાના 2 ફોટા, બન્નેના ઓરીજનલ જન્મ તારીખના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ અંગેનો દાખલો, આવકનો દાખલો, માતા પિતાના આધારકાર્ડ, બ્રાહ્મણનું આધારકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો, ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યાની બેન્ક પાસબુકની ઝેરોક્ષ, માતા પિતાના મરણનો દાખલો લઈને મહંત બાબુભાઇ સાઈ મંદિર, રણછોડનગર ખાતે તા. 25 જાન્યુઆરી 2020 સુધીમાં નોંધાવવાનું રહેશે. વધુ વિગત માટે રવિન્દ્રભાઈ ભટ્ટ મો.નં. 9898288777, તુષારભાઈ દફ્તરી મો.નં. 9825291313, કેશુભાઈ પટેલ મો.નં. 9537534555 અથવા મહંત બાબુભાઇ મો.નં. 9909215755નો સંપર્ક કરવો. ઉલ્લેખનિય છે કે શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરતી પી.જી. પટેલ કોલેજ અને લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા છેલ્લા 12 વર્ષથી વિધવા બહેનોને દર મહિને અનાજ અને કપડા, દવા વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.