મોરબી : માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિનું કાર્યાલય બદલવામાં આવ્યું છે અને આ સમિતિ નવા કાર્યાલયને મોરબીના શનાળા રોડ શ્રીજી હોલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં શ્રી માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના નવા કાર્યાલયનો શ્રી જી હોલ શનાળા રોડ મોરબી ખાતે પાટીદાર સમાજ મોરબીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તથા ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ શ્રી તેમજ શ્રી માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના હોદેદારો તથા કાયૅકરોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે.આ નવા સ્થળે શરૂ કરાયેલા સમિતિના કાર્યાલયનો પાટીદાર સમાજ લોકોએ નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.