જિલ્લા અદાલતના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ચેરમેન એ.ડી.ઓઝા દ્વારા કરાવાશે રેલીનું પ્રસ્થાન મોરબી : આગામી ૨૬મી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી સંદર્ભે બંધારણના મુળભુત ફરજો દેશના દરેક નાગરીકો હકારાત્મક તથા અસરકારક ભુમીકા નિભાવી શકે અને લોક જાગૃતી આવે તે માટે મોરબી ખાતે બંધારણ જાગૃતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કાનુની સેવા સત્તામંડળ મોરબીના સેક્રેટરી અને નોડલ ઓફીસર આર.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે ૨૬મી નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.બંધારણ જાગૃતી રેલી ૨૬મી નવેમ્બરે સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા અદાલતના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તામંડળના ચેરમેન એ.ડી.ઓઝા દ્વારા લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરવામાં આવશે આ રેલી લાલબાગ થી શરૂ થઈ નટરાજફાટક પુલ પરથી પસાર થઈ વી.સી.હાઈસ્કુલ, ગાંધીચોક, નહેરુગેઈટ થી નગરપાલીકા કચેરી ખાતે વિસર્જન થશે. આ રેલીમાં મોરબી શહેરના લો કોલેજના તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ જોડાઈને બંધારણ જાગૃતી અંગેના પ્લેકાર્ડ સાથે રાજમાર્ગ પર ફરીને લોકોમાં બંધારણ અંગે જાગૃતી ફેલાવશે. રેલી અગાઉ જિલ્લા અદાલતના પટાંગણમાં ન્યાયધીશો, વકીલમીત્રો તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારતના બંધારણના આમુખનું સમુહ વાંચન કરવામાં આવશે. આ બેઠકમાં મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર કલ્પેશ ભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.