વાંકાનેર : વાંકાનેર નજીક અજાણ્યા વાહનને બાઇકને ઠોકરે ચડાવતા બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રવજીભાઇ લલ્લુભાઇ ભાવનગરીયા ઉ.વ. ૫૫ ધંધો ખેતીકામ રહે. હાલ ભડીયાદ બહુચરાજી માતાજીના મંદીર પાસે મારબી વાળાએ એક અજાણ્યો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૧૮ તારીખે રાત્રીના દસેક વાગ્યાના સમયે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ અમૃત સિરામીક કારખાના પાસે ફરીયાદીના દિકરો રમેશભાઈ સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ નં જી.જે. ૧૦ એઇ ૦૩૪૭ લઇને જતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આ યુવાનને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.