જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ તાકીદ કરી મોરબી : રાજ્યભરની ખાનગી શાળાઓમાં ફી વધારા અંગેનો મામલો સરકારે હાથ ઉપર લીધો છે ત્યારે રાજ્ય સરકારના ગાંધીનગર ખાતેના શિક્ષણ વિભાગના પરિપત્ર અન્વયે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને ફી વધારા અંગેની દરખાસ્ત તા.31 ડિસેમ્બર સુધી દરખાસ્ત મોકલી આપવાની તાકીદ કરી છે. ગાંધીનગરના શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ મોરબી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને એક પરિપત્ર પાઠવીને તાકીદ કરી છે કે,ઘી ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ઓફ ફી એકટ અન્વયે જે ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત રજૂ કરવાની થાય છે તે શાળાઓએ દરખાસ્ત મોડામાં મોડી આગામી તા.31 ડિસેમ્બર સુધીમાં ફાઈલો બે નકલમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હંટર ટ્રેનિંગ કોલેજ હોસ્ટેલ શક્તિ ચોક મોરબી ખાતે પહોંચતી કરવા જાણવાયું છે.જેમાં શાળા, વર્ગના.મંજૂરી પત્રો,પ્રોસેસિંગ ફી નું ચલણ,છેલ્લા ત્રણ વર્ષથી ઉઘરાવતી વિધાર્થી દીઠ ફીની વિગતવાર માહિતી, એફ.આર.સી.એ મંજુર કરેલ ફી ના આદેશોની આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા પ્રમાણિક કરેલ વિગતો, ટ્રસ્ટ ડિડ, જમીન સંત્રી, બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ભાડાકરાર,મંજુર થયેલ પ્લાન નકશા,છેલ્લા ત્રણ વર્ષના સંપૂર્ણ ટ્રસ્ટ સાથેના ઓડિટ રિપોર્ટ, વર્ષ 2020 થી 2023 માટેની પપ્રોઝડ ફી અને તે માટેના કારણો સહિતની વિગતો દરખાસ્તમાં રજૂ કરવાની તાકીદ કરી છે.