તંત્રએ મૃત વાછરડાને ઉપડવામાં માટે રૂ.5 હજાર જેટલો ચાર્જ લેવાની વાત કર્યા બાદ પણ હાથ ઊંચા કરી દેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સરકારી કર્મચારી વસાહતમાં વરસાદી પાણીના ભરાયેલા ખાડામાં થોડા દિવસો પહેલા એક વાછરડાનું.મોત થયા બાદ તેના મૃતદેહને ઉપડાવવામાં તંત્ર રીતસર ડાડાંઇ કરતું હોવાની સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી છે.પાલિકા તંત્રએ મૃત વછરડાને ઉપરદાવામાં માટે આશરે રૂ.5 હજાર જેવો ખર્ચ થવાનું કહ્યા બાદ પણ આજ દિન સુધી તંત્ર મૃત વછરડાને ઉપાડવા માટે નહીં ડોકતા આરોગ્યનું જોખમ વધતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. મોરબીના સામાકાંઠે કુબેર ચાર રસ્તા પાસે આવેલ સરકારી કર્મચારી વસાહત સોસાયટીમાં રહેતા લોકોએ પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, તેમની સરકારી કર્મચારી વસાહત સોસાયટીમાં વરસાદી પાણી ભરેલો ખાડો છે જેમાં થોડા દિવસો પહેલા એક વછરડાનું મોત નીપજ્યું હતું.જેથી પાણીના ખાડામાં વછરડાનો મૃતહેદ પડ્યો હોવાથી ગંદકી વધારે ફેલાતા અહીંના લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે 4 દિવસ પહેલા સ્થાનિક રહીશોએ પાલિકાને જાણ કરી હતી ત્યારે 3 દિવસ પહેલા પાલિકા તંત્રએ આ મૃત વછરડાને ઉપડવા માટે આશરે રૂ.4 થી 5 હજારનો ચાર્જ લેવાની સ્થાનિક રહીશોને વાત કરી હતી.જોકે આરોગ્ય ન જોખમાય તે માટે આટલો ચાર્જ આપવાની પણ તૈયારી દર્શાવી હતી.પણ તંત્ર આજદિન સુધી આ વિસ્તારમાં ડોકાયું જ ન હતું. તેથી સ્થાનિક લોકોએ આક્રોશભેર તંત્રની બેદરકારીના પાપે તેમના વિસ્તારમાં રોગચાળો વકરે તેવી દહેશત વ્યક્ત કરી હતી.