મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયનો વિધાર્થી બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો છે.જેમાં મોરબીની નિર્મલ વિધાલયમાં અભ્યાસ કરતા ત્રિવેદી વિસ્મય રવિન્દ્રભાઈએ ધ્રાંગધ્રા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધની સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં શાનદાર પરફોર્મન્સ આપીને તેણે આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.આ વિધાર્થીએ પ્રથમ ક્રમ મેળવીને શાળાનું નામ રોશન કરતા નિર્મલ વિધાલય શાળા પરિવારે તેને ઉતરોતર પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.