ટંકારા : તાલુકાના વિરપર ગામે સરકારી ખરાબો હડપ કરી જવા માટે આડેધડ દબાણો કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ખુદ ગ્રામ પંચાયતે મામલતદારને કરી છે. ટંકારાના વિરપર ગામે ખુદ ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને ફરિયાદ કરવામાં આવી છે. સર્વે નંબર 214 કે જે સરકારી ખરાબાની જમીન છે ત્યાં કોઈ શખ્સો દ્વારા ફેંસીંગ કરીને દબાણ કરવામાં આવ્યું છે જેને સત્વરે ખુલ્લું કરાવવામાં આવે. મોરબી-ધુનડા રોડ પર આવેલા આ સરકારી ખરાબાની જગ્યા સર્વે નંબર 212ને લાગુ પડે છે. આ વિશે ટંકારાના મામલતદારને વિરપર ગ્રામ પંચાયતે લેખિત ફરિયાદ કરતા હવે જોવું રહ્યું કે આ દબાણ ક્યારે દૂર કરવામાં આવે છે.