મોરબી : વર્ષ ૨૦૨૧ માં વર્લ્ડસ્કીલ સ્પર્ધા ચીન ના શહેર શાંધાઈ માં યોજાનાર છે. જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનના માધ્યમથી વર્લ્ડસ્કીલ સ્પર્ધામાં મહત્તમ યુવાનો ભાગ લે તે ઉમદા હેતુસર સ્ટેટ સ્કીલ સ્પર્ધા -૨૦૨૦ નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા માટે ઉધોગ એકમોના ટેકનીશીયનો, એકમો ખાતે તાલીમ લેતા તમામ એપ્રેન્ટીસ તાલીમાર્થીઓ, i-kvk કેન્દ્રોમાં તાલીમ લેતા તમામ તાલીમાર્થીઓ અને તમામ ઔદ્યોગીક તાલીમ સંસ્થાના નિયમીત/ ભુતપુર્વ તાલીમાર્થીઓ “મિશન રજીસ્ટ્રેશન” ફોર ઈન્ડિયા સ્કીલ્સ ગુજરાત ૨૦૨૦ સ્પર્ધા અંતર્ગત વર્લ્ડ સ્કીલ સ્પર્ધા માટે વધુમાં વધુ ઉમેદવારો જોડાય તે હેતુસર સ્ટેટ સ્કીલ સ્પર્ધા-૨૦૨૦ માટે www.indiaskillsgujarat.org વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે. જે ઉમેદવારો ભાગ લેવા માંગતા હોય તેઓએ તારીખ ૩૦/૧૧/૨૦૧૯ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તેમજ વધુ જાણકારી માટે નજીકની આઈ.ટી.આઈ. નો રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.