મોરબી : મોરબીના ખાખરાળા ગામે આગામી તા. 28ને ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસંગપરની આઈશ્રી ખોડિયાર મંડળી રામાપીરનું જીવનચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવશે. આ કાર્યક્રમમા પધારવા સર્વે ભાવિકોને મનસુખભાઇ સદાતિયા અને કિરીટભાઈ સદાતિયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.