જટિલ બીમારીનું રૂ. 5 લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામૂલ્યે સફળતાપૂર્વક કરાયું મોરબી : પોરબંદરના એક રહીશ ઘણા સમયથી થાપાના સાંધાની બીમારીથી પીડાતા હતા.જોકે આ અગાઉ તેમણે ઓપરેશન કરાવ્યું હતું.તેમ છતાં આ બીમારીમાંથી છુટકારો મળ્યો ન હતો. અને ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા સર્જરી માટે રૂ.5 લાખનો ખર્ચો થાય તેમ હતો.ત્યારે તેમણે સરકારની મહત્વની મા કાર્ડની યોજનાનો લાભ લઇને મોરબીની આયુષ હોસ્પિટલનો સંપર્ક સાધતા આ હોસ્પિટલમાં તેમની માં કાર્ડની યોજના થકી વિનામૂલ્યે સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અમૃતમ યોજના થકી અનેક ગરીબ દર્દીઓને જટિલ રોગોનું વિનામૂલ્યે ઓપરેશન કરીને અસાધ્ય રોગોમાંથી મુક્તિ આપવામાં આવે છે.ત્યારે વધુ એક દર્દીને મા કાર્ડથી બીમારીમાંથી કાયમી મુક્તિ મળી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર રહેતા વિશાલભાઈ વિનુભાઈ ગેડિયાને ઘણા સમયથી થાપાના સાંધાની તકલીફ હતી.જેનું ત્રણ વર્ષ પહેલાં ઓપરેશન કરાવ્યું હતું.તેમ છતાં તેમને એક વર્ષથી આ બીમારીની ભારે પીડા સતાવતી હતી.જેથી તેઓએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા તબીબોએ તેમને થાપાના સાંધાનું રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની સલાહ આપી હતી આ સર્જરી માટે રૂ.પાંચ લાખ જેવો ખર્ચો થાય તેમ હતો.જે તેમને કોઈકાળે પરવડે એમ ન હોવાથી હતાશ થયા ગયા હતા.અંતે તેમને મુખ્યમંત્રી માં અમૃતમ કાર્ડ થકી વિનામૂલ્યે સર્જરી થતી હોવાની માહિતી મળતા આ યોજના માટે સંલગ્ન મોરબીની જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી સત સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક આયુષ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.ત્યારે ખાનગી હોસ્પિટલમાં જે બીમારીની સર્જરી માટે પાંચ લાખનો ખર્ચો થાય તેમ હતો.તે જટિલ બીમારીનું આ દર્દી પર આયુષ હોસ્પિટલમાં માં કાર્ડ યોજના થકી વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું.જેથી આ દર્દીને કાયમી રાહત થઈ છે.