આ કોર્ષ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ મોરબી : ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ અને પીપળીયા ચાર રસ્તા ખાતેની ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત National Skill Qualification Framework (NSQF) કક્ષાના ધોરણ-૫ પાસ તેમજ તેનાથી ઉપર લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટુંકાગાળા ના કોર્ષ નું આયોજન કરવામાં આવ્યું છે. ઉધોગોમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં (૧) આર્ક એન્ડ ગેસ વેલ્ડર (૨) બેઝીક ઓટોમોટીવ સર્વિસીંગ ઓફ ફોર વ્હીલર્સ (૩) ગ્લેઝીંગ ઓપરેટર કોષ શરૂ કરવામાં આવેલ છે જે માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થયેલ છે.ઉપરોકત કોર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તથા વધુ માહિતી માટે નજીકની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે જાહેર રજાના દિવસ સિવાય ૧૧:૦૦ થી ૧૬.:૦૦ કલાક દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો અને Empower પોર્ટલ ની વેબસાઇટ http://empower.gujarat.gov.in પર અને રોજગાર અને તાલીમ ખાતાની વેબસાઇટ http://talimrojgar.gujarat.gov.in પરથી શોર્ટ ટર્મ કોર્ષ અંગેની માહિતી પુસ્તીકા, આઈ.ટી.આઈ તેમજ કોર્સ વાઈઝ ભરવાપાત્ર બેઠકોની વિગતો મેળવી શકશે તેમ આચાર્યશ્રી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.