મોરબી : મોરબીમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે કિશનભાઇ નારણભાઇ સરવૈયા,મોહશીનભાઇ સલીમભાઇ મોવર, મામદભાઇ ઉર્ફે ગગજીભાઇ કારાભાઇ ભટ્ટી, જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મકવાણાને મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર શેરીનં.૨ ના છેડે રોડ ઉપર ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો જુગાર રમતા રોકડા રૂ.૫૮૪૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે જુસબભાઇ હબીબભાઇ જામ, મનીષભાઇ કાન્તીભાઇ દોશી,સુરેન્દ્રભાઇ બહાદુરભાઇ ભંડારી કાળુભાઇ મંગાભાઇ રાઠોડ, સાગરભાઇ શંભુભાઇ પાટડીયા વિદ્યુતનગરના ઢાળીયા પાસે પાણીના ટાંકા પાસે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી જુગાર રમતા રોકડા રૂ.૧૪૬૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.