મોરબી : મોરબી સીટી બી.ડીવી.નો પોલીસ સ્ટાફે મોરબી-રાજકોટ બાયપાસ પરથી પસાર થઈ રહેલી કારને બાતમીના આધારે રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલકની અટકાયત કરી દારૂ મંગાવનાર મોરબી રહેતા મૂળ શક્તિપરા તા.વાંકાનેરના શખ્સને ઝડપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી.બી.ડીવી.નો સ્ટાફ ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતો ત્યારે સાથેના પો.કોન્સ. વનરાજભાઈ ચાવડાઓને મળેલી બાતમીને આધારે મોરબી-રાજકોટ બાયપાસ રોડ પર ઘુતારીની વાડી સામે રોડ પર વોચમાં ગોઠવાયા હતા. એ દરમ્યાન મળેલી હકીકત વાળી હુંડાઈ વર્ના કાર નંબર GJ 27C 8668 ત્યાંથી પસાર થતા તેને રોકી તપાસ કરતા કારની ડેકીમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 190 બોટલ (કિંમત રૂ. 57000) મળી આવી હતી. આથી કાર ચાલકની અટકાયત કરી કાર (કિંમત રૂ. 500000) અને વિવો કંપનીનો મોબાઈલ (કિંમત રૂ. 7000) આમ કુલ મળીને રૂ. 5.64000નો મુદ્દામાલ ઝપ્ત કરી કાર ચાલક રાજુ ઉર્ફે પાયલી લઘરાભાઈ લડખડીયા ઉં. વ.35 રહે.પાટડી જી.સુરેન્દ્રનગર વાળા સામે ગુન્હો નોંધી દારૂના સપ્લાયર રાજુ ઉર્ફે રાજીયો હિતેષભાઈ નાંગહ ઉં.વ.19 રહે.લાયન્સ નગર, સતનામ એપા.ની સામે મોરબી વાળાને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત કામગીરીમાં પો.હેડ.કોન્સ. કિશોરદાન ગઢવી, ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, તથા પો.કોન્સ. ભાનુભાઈ બાલાસરા, એ.પી.જાડેજા, રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ અને મુકેશભાઈ જીલરીયા સહિતનો સ્ટાફ જોડાયા હતા.