મોરબીનું ગૌરવ એવા ઓરેવા ગ્રુપના જયસુખભાઈને આગામી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પાટીદાર 'ઉદ્યોગ રત્ન'ની ઉપાધિ અપાશે મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં હજારો લોકોને રોજગારી આપતુ વિશ્વવિખ્યાત અજંતા (ઓરેવા) ગ્રુપ સ્ત્રી સશક્તિકરણનુ એક અજોડ ઉદાહરણ છે. મંદી હોય કે તેજી હોય પણ આગળ વધવામાં ક્યારે પાછી પાની નહીં કરનાર ઓરેવા ગ્રુપના સુપ્રિમો જયસુખભાઈ હંમેશાં નવી પ્રોડક્ટ બજારમાં મૂકી મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવતા રહે છે. કલોક, વોચીસ, ટેલિફોન, ટાઈમ પીસ, કેલ્ક્યુલેટર, એલીડી લાઇટિંગની વિશાળ રેન્જ, ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટની વિશાળ રેન્જ, કિચન એપ્લાયન્સીસ જેવી ઓરેવા ગ્રુપની અવનવી પ્રોડક્ટ સંપૂર્ણ ભારતીય બજારમાં ઉપલબ્ધ બનાવી છે. ત્યારે આગામી તારીખ 23ને શનિવારે સાંજે 6 કલાકે ઇન્ડિયા ન્યુઝ ગુજરાત ચેનલ (ટાટા સ્કાય 1721) ઉપર ઓરેવા ગ્રુપના સુપ્રિમો જયસુખભાઈ પટેલનો વિશેષ એપિસોડ રિલીઝ થશે. તેમજ આ એપિસોડનું રિપીટ ટેલિકાસ્ટ તારીખ 24ને રવિવારે સવારે 11 વાગ્યે કરવામાં આવશે. આ ઉપરાંત આગામી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ઓરેવા ગ્રુપના સુપ્રિમો જયસુખભાઈને પાટીદાર ઉદ્યોગ રત્નની ઉપાધિ આપવામાં આવનાર છે તે મોરબી માટે ખરેખર ગૌરવની વાત છે.