ટંકારા : તાલુકાના સજ્જનપર પર ગામે ખેતી કામ કરતા માતા-પિતા પાસે ખેતરમાં રમી રહેલી બે વર્ષીય બાળકીને રમતા રમતા અકસ્માતે લાકડાનો હાથો ગુપ્તભાગે લાગી જતા સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સજ્જનપર ગામે મનહરભાઈ ડામોર તેમની પત્ની સાથે ઘાસના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એમની બે વર્ષીય પુત્રી સ્નેહલ બાજુમાં રમી રહી હતી. એ દરમ્યાન બાળકી રમતમાં દોડાદોડી કરતા અકસ્માતે પડી જવાથી ખેતીકામમાં ઉપીયોગમાં લેવાતા છોરિયાનો લાકડાનો હાથો બાળકીને ગુપ્ત ભાગે વાગી જતા લોહી નીંકળતી હાલતમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા ત્યાં ટૂંકી સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની વધુ તપાસ ટંકારા પો.મથકના પી.જે.પરમાર ચલાવી રહ્યા છે.