મોરબી : મોરબી જિલ્લા પોસ્ટલ પરિવારનું દ્વિતીય સ્નેહ મિલન ગત તા. 17 નવેમ્બર, રવિવારના રોજ અગ્નેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજયેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાના પોસ્ટલ કર્મચારીઓએ સપરિવાર હાજરી આપી હતી. જામનગરથી આવેલ મીનાબેન રામાનુજે પ્રસંગને અનુરુપ વક્તવ્ય સાથે સુરીલા ગીતો રજૂ કરેલ હતા. અઢીયા સાહેબ, આદ્રોજા સાહેબ, વાગડીયા સાહેબ તેમજ કે. બી. રાઠોડ, એસ. એ રામાનુજ, વાંકાનેરથી આવેલ એસ. જે. ગોસ્વામીએ ફરજ દરમ્યાનની યાદો તાજી કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિપ્રસાદ રાવલે કરેલ હતું. તેમજ આભાર વિધિ રાઠોડ સાહેબે કરેલ હતી.