મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી મોરબી : માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા અને આરટીઓ તંત્ર દ્વારા આજે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બે મીનીટ મૌન પાળીને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં દરરોજ માર્ગ અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામેં છે.ત્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા દિવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર વિશ્વમાં દર નવેમ્બર માસના ત્રીજા રવિવારે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેમાં આ વખતે પણ નવેમ્બર માસના ત્રીજા રવિવારે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બે મિનિટનું મૌન પાળીને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું હતું અને લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરીને અકસ્માતથી બચી શકે તે માટે ટ્રાફિક જનજગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.હાઇવે પર નીકળતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં બાબતે સમજણ આપવામાં આવી હતી.આ કાર્યકમમાં આરટીઓ અધિકારી જે.કે કા પટેલ અને જિલ્લા ટ્રાફિક પોલીસના ડી.પી.ગઢવી અને એ.કે.કૈલા ઉપસ્થિત રહ્યા હતા.