મોરબી : મોરબી માળિયા મી. તાલુકાના રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ દ્વારા ૧૮મા સમૂહ લગ્નનું આગામી તારીખ ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઈચ્છુક યુવતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ ૦૨ ડિસેમ્બરથી ૦૬ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી ચાલશે. સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હોય દીકરીના વાલીઓ એ જન્મ.તારીખનાં આધાર પુરાવાની ટ્રુ કોપી સાથે નીલમ ઇલેક્ટ્રોનિક્સ, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી ખાતે જરૂરી પુરાવા જમાં કરવી દેવાના રહેશે. તેમજ વધુ સંપર્ક કરવા નયનભાઈ રામાવતના મો. નં. ૯૯૦૯૮ ૫૫૫૦૪ ઉપર સંપર્ક કરવો.