મોરબી : બેલા (રંગપર) ગામે મંજુર થયેલી નવી ગ્રામ પંચાયત કચેરીનું મોરબી જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે ખાતમહુર્ત કરાયું હતું. બેલા (રંગપર) ગ્રામ પંચાયત માટે નવી કચેરી બનાવવાની મંજૂરી મળી જતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-પાઠ કરી ખાતમહુર્ત કરાયું હતું. આ તકે ગામના સરપંચ સુરેશભાઈ મકાસણા, ઉપ સરપંચ નિલેશભાઈ બાવરવા, તલાટી મંત્રી નિલેશભાઈ દેસાઈ, નાયબ પશુપાલન નિયામક ભોરણીયા સાહેબ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી બનનાર કચેરીમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે આધુનિકીકરણનું સંમિશ્રણ કરવામાં આવનાર છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ બેલા (રંગપર) ગ્રામ પંચાયત તાલુકાની અન્ય ગ્રામપંચાયતોની સમકક્ષ નવી બનનાર કચેરીમાં બેસવા લાગશે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628