મોરબી : મોરબીમાં સાંજના અરસામાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. જો કે આ પૂર્વે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા નોંધાયા હતા. તેને થોડી વાર બાદ મોરબીમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. શિયાળાની શરૂઆતમાં ભારે પવન સાથે પડી રહેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે આજે ખેડૂતો આ માવઠાના કારણે ચિંતાતુર બની ગયા છે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628