મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના જાંબુડિયા પાવરહાઉસ પાસેથી વિદેશી દારૂ કી. રૂ. 10,800ના જથ્થા સાથે એક શખ્સને પકડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628 ગઈકાલે તા. 11 નવેમ્બરના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈએ આપેલ માહિતીના આધારે જાંબુડિયા પાવર હાઉસના પાછળના ભાગેથી આરોપી રણજીતભાઇ જીલાભાઈ પનારા (ઉ.વ. 21, રહે. કુબેરનગર પાછળ, મફતિયાપરા, મોરબી, મૂળ રહે. નળખંભા, તા. થાન, જી. સુરેન્દ્રનગર) ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની 750 મિ.લી.ની રોકસ્ટાર કાચની બોટલો નંગ - 36 કી. રૂ. 10,800/- તથા હીરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ રજી. નં. GJ-36-M-9113 કિ. રૂ. 40,000થી વેચાણ અર્થે હેરાફેરી કરતા હોય તે દરમિયાન કુલ કિ. રૂ. 50,800/-ના મુદ્દામાલ સાથે ધોરણસરની અટક કરી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.