મોરબી : મોરબીમાં અઘોરી મંડળ દ્વારા કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે 'અસુરોનો સંહાર' નાટકનું આયોજન આવતીકાલે 12 નવેમ્બરના રોજ મંગળવારે કરવામાં આવ્યું છે. જેના અંર્તગત રાત્રે 8 કલાકે પાટ સ્થાપનાથી શરુઆત કરી માતાજીનો પ્રવેશ, મહાઆરતી તેમજ 1 વાગ્યે અસુર વધથી કાર્યક્રમ સંપન્ન થશે. આ તકે અઘોરી મંડળ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.