મોરબી : મોરબીના કણસાગરા પરિવાર દ્વારા મહેસાણાના બહુચરાજી ગામમાં બહુચરાજી માતાજીના મંદિરે નવરંગો માંડવોનો કાર્યક્રમ આગામી તા. 20 નવેમ્બરના રોજ બુધવારે રાખવામાં આવ્યો છે. જે નિમિત્તે આગામી તા. 19 નવેમ્બરના રોજ મંગળવારે ભુવાના સામૈયા તથા ડાક ડમ્મર માંડલું તેમજ તા. 20 નવેમ્બરના રોજ થાંભલી રોપણ તથા ધજા ચડાવવા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે કણસાગરા પરિવાર દ્વારા વરિયા પ્રજાપતિ સમાજના લોકોને માતાના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.