મોરબી : ગઈકાલે તા. 10 નવેમ્બરના રોજ મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે મોરબી રોટરી ક્લબ દ્વારા રોટરી રીડર્સ ક્લબનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિનાના બીજા રવિવારે આયોજન કરવામાં આવે છે. જેમાં સાહિત્યપ્રેમી લોકો પુસ્તકો લેવા માટે આવ્યા હતા. તે દરમિયાન મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા, સાહિત્યપ્રેમી અને સંગીતપ્રેમી હંસરાજભાઈ ગામી, ભાવિભાઈ રાવલ અને મોરબીના યુવા કવિ જનાર્દનભાઈ દવે, યુવા લેખક અને વક્તા નીરવ ભાઈ માનસેતા, મિતુલભાઈ વડસોલા સહીત સાહિત્યપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી રોટરી ક્લબના સભ્ય રશેષભાઈ મહેતા, અશોકભાઈ મહેતા, હરીશભાઈ શેઠ તેમજ મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ પરમાર રૂપેશ (કવિ જલરૂપ) ઉપસ્થિત રહ્યા હતા.