આવાસ યોજનાના લાભાર્થીઓને મુશ્કેલીઓમાંથી ઊગારવાની માગ કરાઈ મોરબી : મોરબીના લીલાપર રોડ અવેલ મુખ્યમંત્રી આવાસ યોજના અવસોને ધોર અવદશા થઈ ગઈ છે.જોકે આ આવસોનો ગેરકાયદે ગોડાઉન તથા અન્ય પ્રવૃતિઓ માટે ઉપયોગ થઈ રહ્યાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.આથી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી આવસોની ધોર અવદશા મામલે પાલિકા તંત્રને આવેદન આપીને સામાન્ય વર્ગના રહીશોને અવસોમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી હતી. આમ આદમી પાર્ટીએ મોરબી પાલિકા તંત્રને આવેદન આપીને જણાવ્યું હતું કે૧૧.૫૪ કરોડ ના ખર્ચે લીલાપર રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ૪૦૦ આવાસોના બનાવવામાં આવ્યા હતા.આ અવસોના રહીશોની હાલત બહુ જ ખરાબ છે. આમ આદમી પાર્ટીને આ અંગે જાણ થતાં થોડા દીવસો પહેલા આ આવાસ યોજનાના રહીશોની મુલાકાતે લીધી હતી. જેમાં ઘણા ચોકાવનારા પ્રશ્નો સામે આવ્યા હતા.આ અવસોમાં પીવાના પાણી સમસ્યા, પાણી અને શૌચાલયની સમસ્યા, સ્ટ્રીટ લઇટની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ૪૦૦ આવાસોમાંથી ઘણા આવાસો ખાલી અને અમુક ભાડે આપ્યા છે.ઘણા આવાસોનો ઉપયોગ ગોડાઉન તરીકે થાય છે.લાખોના ખર્ચે રહીશો માટે બનાવેલ કૉમ્યુનિટી હોલનો ગોડાઉન તરીકે ઉપયોગ થાય છે. સાફ સફાઇ અને કચરાની સમસ્યા રહીશોને ભારે અકળાવી રહી છે.ત્યારે આ પ્રશ્નો અંગે મોરબી નગરપાલિકાને આમ આદમી પાર્ટી દ્વારા દિવસ ૩ માં મુખ્ય સમસ્યા લાઇટ, પાણી, અને ડ્રેનેજ તાત્કાલિક હલ કરવા રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્રને આવેદન આપીને જણાવ્યું હતું કે,લોકોને મકાનની ફાળવણી કરવામાં આવેલ છે. તે લોકો રહેવા નથી આવ્યા તેના નામો રદ કરી તેની જગ્યા પર જરૂરત મંદોને ફાળવવા અને જે મકાનોમાં સિમેન્ટ ભરેલ છે. તેને જપ્ત કરી મકાન ખાલી કરવા તદઉપરાંત લાખોના ખર્ચે રહીશો માટે બનાવેલ કૉમ્યુનિટી હોલનો નગરપાલિકા દ્વારા ગોદામ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તેને તાત્કાલિક ખાલી કરી રહીશોની કમિટીને હસ્તગત કરવા માંગ કરી છે.તેમજ આવાસ યોજનામાં સફાઈ કર્મચારી ફાળવવા અને ડોર ટુ ડોર ની સુવિધા દ્વારા કચરો ઉપાડવા માટેની રજૂઆત કરી હતી.જો ત્વરિત આ પ્રશ્ને મોરબી નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની પણ આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી આપવામાં આવી છે.