મોરબી : શિયાળાની ઋતુ શરુ થઇ રહી છે ત્યારે જુના કપડાં કે ગરમ કપડાં કે જે વપરાશમાં ના આવતા હોય તેવા કપડાં ગરીબો માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા એકત્રિત કરી વિતરણ કરવામાં આવશે. તેથી, ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મોરબીના લોકોને તા. 11થી 18 સુધી બપોરે 4થી 7 દરમિયાન નગરપાલિકાના ટાઉનહોલમાં કલબના સભ્ય અશોકભાઈ જોશીને રવિવાર સિવાયના દિવસોમાં પહોંચાડી 'વેસ્ટમાંથી બેસ્ટ' સૂત્રને અપનાવવા માટે અપીલ કરવામાં આવી છે.