મુસ્લિમ સમાજે ઇદની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય એકતાનો સંદેશો પાઠવ્યો ટંકારા : ટંકારામાં મુસ્લિમ સમુદાયએ ઇદ મિલાદની રાષ્ટ્રીય ધ્વજ સાથે ઉજવણી કરી હતી. મુસ્લિમો દ્વારા વિશાળ ઝુલુસ શહેરના રાજમાર્ગો પર ફેરવી ફટાકડા ફોડી જશ્ન મનાવયુ હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે ટંકારા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પેયગંબર સાહેબ મોહમ્મદ રસુલલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મદિવસ એટલે કે ઇદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઝુલુસ વખતે ભારતના રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો અને રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરી હતી. તદ્ઉપરાંત જુદા જુદા ગ્રુપ દ્વારા મહોલ્લા અને બજારને રોશનીથી સજાવી વહેલી સવારે જાણે દીવાળી હોય તેમ આકાશી આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. આ તકે ટંકારા પોલીસ દ્રારા સંમગ્ર રોડ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આંતરીક જુથવાદ ન બને માટે સંયમ રાખી ફરજ બજાવી હતી. આ રીતે સમસ્ત મુસ્લિમ બિરાદરોએ આ તહેવારની શાનદાર ઉજવણી કરી હતી.