મોરબી : ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન મોરબી દ્વારા ડિસેમ્બર મહિનામાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટેશનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. મોરબીવાસીઓ જેની ખૂબ જ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવી ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન આવતી તારીખ 29/12/19ને રવિવારના રોજ મહેન્દ્રસિંહજી ટાઉન હોલ ખાતે આયોજિત થવા જઈ રહી છે. ત્યારે એ કોમ્પીટેશનના ફોર્મ વિતરણ શરૂ થઈ ચૂક્યા છે. જેમાં 5 વર્ષથી 55 વર્ષની આયુના લોકો ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં સામેલ થનાર તમામને સર્ટિફિકેટ અને શિલ્ડ અપાશે. આ ઉપરાંત મોમ્મ ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ 49- સૂર્યોદય કોમ્પ્લેક્ષ, પરાબજાર, પોસ્ટ ઓફીસ સામે મળશે. વધુ માહિતી માટે પ્રમુખ લાલજીભાઈ મહેતા મો.નં. 9825790412 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.