મોરબી : ગઈકાલે તા. 8 નવેમ્બરના રોજ દેવીસિહ ઉર્ફે લાલભા પંચાળજી ઝાલા (ઉ.વ.૩૬, રહે. ભડીયાદ રામાપીરના ઢોરા, તા. જી. મોરબી, હાલ ભાવનગર, બોરતળાવ પાસે, યુવરાજસિહ બનુભા ગોહીલના મકાનમા), તે મોરબીના હદપારી કેસ મુજબ એક વર્ષ સુધી હદપાર હોવા છતા ભડીયાદ ગામ, રામાપીરનો ઢોરો પાસેથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. આ ઉપરાંત, ગઈકાલે તા. 8ના રોજ મનિષાબેન W/O રમેશભાઇ ભગવાનજીભાઇ ભોજવીયા (ઉ.વ. ૩૫, રહે. મહેન્દ્રનગર, શિતળામાં વિસ્તાર, તા.જી. મોરબી) મોરબીના હદપારી કેસના હુકમથી મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લાઓમાંથી હુકમ તારીખથી એક વર્ષ માટે હદપાર કરેલ હોવા છતા મોરબીમાં હાઈવે રોડ ઉપર, કુબેર સીનેમા સામેથી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.