પરીક્ષા સંબંધી કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી : મોરબી જિલ્લામાં ગુજરાત ગૌણસેવા પ્રસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિનસચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફીસ આસીસ્ટંટની લેખીત પરીક્ષા મોરબી જિલ્લાના કુલ ૪૩ કેન્દ્રો પર આગામી તા.૧૭/૧૧/૨૦૧૯ ના રોજ ૧૨:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે.ત્યારે આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ કેન્દ્રો ઉપર પરીક્ષા ભયમુક્ત વાતાવરણમાં સુચારૂ રૂપે તેમજ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો- વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪થી મળેલ અધિકારની રૂએ કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી એ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી બિનસચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફીસ આસીસ્ટંટની ભાગ-૧ની લેખીત સ્પર્ધાત્મક પરીક્ષા મોરબી જિલ્લામાં આવેલ ૪૩ પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટર (એકસો મીટર) ના વિસ્તારમાં તા.૧૭/૧૧/૨૦૧૯ ના સવારના ૦૭:૦૦ કલાકથી બપોરના ૧૫:૦૦ કલાક સુધી પરીક્ષા માં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરધસ કાઢવું નહી તેમજ પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્યુ કરવુ નહી તેવો હુકમ ફરમાવેલ છે. સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યકિતઓને (પરીક્ષાર્થીઓ મોબાઇલ ફોન સાથે લઇ જઇ શકશે નહી.), ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને, લાગુ પડશે નહિ આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશ.