મોરબી : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ પ્રદેશ આગેવાનોની સૂચનાથી ગઈકાલે તારીખ 8-11-2019ના રોજ મોરબી જીલ્લાના પાંચ મંડળના પ્રમુખ તથા મહામંત્રીની વરણી માટે મોરબી જીલ્લા પ્રભારી મેઘજીભાઈ કંઝારીયા તેમજ જીલ્લાના સહરચના અધીકારી પ્રશાંતભાઈવાળા તેમજ મોરબી જીલ્લા અધયક્ષ રાઘવજીભાઈ ગડારાએ પરામર્ષ કરીને વરણીની જાહેરાત કરેલ હતી. ભારતીય જનતા પક્ષમાં ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે કિરીટભાઈ અંદરપા, મહામંત્રી તરીકે રૂપસિંહ ઝાલા તથા સંજયભાઈ ભાગીયાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી અરજણભાઈ હુંબલ તથા નાથાલાલ સનુંરા તેમજ માળીયા શહેરના પ્રમુખ તરીકે ઇલ્યાસભાઈ મોવર તથા મહામંત્રી તરીકે અવેશભાઈ મોવર તથા ઇકબાલભાઇ કટિયાની વરણી કરવામાં આવી હતી. આ તકે નવનિયુક્ત હોદેદારોને પરિવારજનો તથા સાથી કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.