ટંકારાને નવા વર્ષની નવી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ભેટ

- text


ટંકારા : 11 વર્ષથી અડીખમ અવિરત હજારો જીંદગીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડનાર 108 સેવાની GJ18G.8297ના સ્થાને ટંકારાને નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ માટે પી. એમ. બિપિન ભેટેરીયા, ઈ. એમ. ઇ. સૌલંકીભાઈએ જહેમત ઉઠાવીને ટંકારા તાલુકાના ઈમર્જન્સી કેસો માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આધુનિક એમ્બ્યુલન અપાવી છે. આ તકે ટંકારાના સ્ટાફ ડો. વલ્લભ લાઠીયા, રૂબિયા કુરેશી, ઇકબાલભાઈ, પાઈલોટ પરબતભાઈ, સલિમભાઈ ભુંગર, છેલુંભાઈ આહીર, સહીતના એ રીબિન કાપી ગાડીને વધાવી હતી. આ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ વેનમાં દર્દીને તમામ પ્રાથમિક સારવાર ગાડીમા જ ઉપલબ્ધ બનશે.

- text